Pages

Wednesday, 17 October 2012

દેવ આનંદ પર ગુજરાતી પરિચય પુસ્તિકા



દેવ આનંદ પર ગુજરાતી પરિચય પુસ્તિકા વિષે ગૌરાંગ વસાવડા.




હાલમા કેતન મિસ્ત્રી લિખિત ફિલ્મ અભિનેતા દેવ આંનદ પરની પરિચય પુસ્તિકા જોવા મળી.પરિચય પુસ્તિકા જોઈ ઘણી છે પણ દેવ સાહેબ પ્રત્યે આદર-પ્રેમને કારણે પહેલી વાર આ પુસ્તિકા વાંચી નાખી. ૫૫ પાનાંમાં ૮૫ વરસના કલાકારની કેટલી વાતો છાપી શકાય...? પણ કેતનભાઇએ બેઝીક બાબતો આવરી લીધી છે. દેવ સાહેબનું એક ચિત્ર જરૂર ઉભું થાય છે પણ આ ચિત્ર બે પાસાનું –ટુ ડાયમેન્શનલ—છે. કેમ કે થ્રી-ડી બનાવવા માટે અહીં અવકાશ જ નથી.

ચિત્રોનો અલગ થી ઉલ્લેખ કરવો ઘટે. સુઘડ રીતે છપાયેલા અને ઐતિહાસિક મુલ્ય ધરાવતા અનેક છાયાચિત્ર જોવા મળ્યાં.લેખકની સરતચૂકથી એક જગ્યા એ દોષ રહી ગયો છે : પૃષ્ઠ ૭ પર માહિતી છે કે દેવ આનંદની પ્રથમ રીલીઝ થયેલી ફિલ્મ ‘હમ એક હૈ’ના દિગ્દર્શક પી.એલ સંતોષી હતાં. પછી પૃષ્ઠ ૧૦ પર  આ જ ફિલ્મના દિગ્દર્શક તરીકે શાહિદ લતીફનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે---શાહિદ લતીફ નું નામ ગલત આવી ગયું છે ---એ ફિલ્મના દિગ્દર્શક પી.એલ સતોષી જ હતાં.પણ એકંદરે કેતનભાઈ એ કદની મર્યાદામાં રહી સરસ પરિચય આપ્યો છે.

આ પુસ્તિકા વાંચતા એવી છાપ પડી કે પ્રકાશકોની નીતિ આ પ્રકાશન માટે ‘પત્રકારત્વ લક્ષી’ છે . એ કરતાં જો ‘કથા લક્ષી’ અભિગમ હોય તો આ પ્રવૃત્તિ લોકભોગ્ય બની શકે.

આ પ્રકાશન પ્રવૃત્તિની શરૂઆત વાડીલાલ ડગલી – યશવંત દોશી એ ‘પરિચય ટ્રસ્ટના નેજા હેઠળ કરી હતી એ આપણે બધાં જાણીએ જ છીએ. છેલ્લા કેટલાક સમયથી આ પ્રવૃત્તિનો દોર ‘ઈમેજ’ પ્રકાશન સંસ્થાએ સંભાળી લીધો છે.

આ હસ્તાંતરણનો પ્રચાર પુસ્તિકાનું બદલાયેલું કલેવર પોકારી પોકારીને કરે છે. આ જ રીતે પુસ્તકની સામગ્રી પેશ કરવાનો રવેય્યો પણ બદલાય એ ઇચ્છનીય છે.
---- ગૌરાંગ વસાવડા , સુરેન્દ્ર નગર.


[ વાચકો ને પુસ્તકો પર પ્રતિક્રિયા મોકલવાનું આમંત્રણ છે.--- મોલવાનું સરનામું : raajupatel@gmail.com  અથવા raajubook@gmail.com  ]
પરિચય પુસ્તિકા પ્રાપ્તિસ્થાન: 
૧. ઈમેજ પબ્લીકેશન્સ, ૧૯૯-૧ ગોપાલ ભુવન, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ ૪૦૦ ૦૦૨. ફોન: ૨૨૦૦ ૨૬૯૧, ૨૨૦૦ ૧૩૫૮.
૨. સેન્ચુરી બજાર, આંબાવાડી સર્કલ, અમદાવાદ, ૩૮૦ ૦૦૬. ફોન: ૨૬૫૬ ૦૫૦૪, ૨૬૪૪ ૨૮૩૬.
વધુ માહિતી માટે ક્લિક: 

No comments:

Post a Comment