''સંચયન''
ગુજરાતી શિષ્ટ ઈ-સામયિક
મિત્રો,
અમેરિકા-સ્થિત ''એકત્ર'' ફાઉન્ડેશન નામની અમારી વિદ્યા-સાહિત્ય
સંસ્થાએ
શિષ્ટ
સાહિત્યના 100 ગુજરાતી પુસ્તકો પ્રગટ કરવાની યોજના સાથે જ, ''સંચયન'' નામે એક ગુજરાતી સાહિત્ય-સામયિકનો
આરંભ
કરવાનું
નક્કી
કર્યું
છે -- એનો પહેલો અંક ''એકત્ર'' ના
પ્રાગટ્ય રૂપે સૌને સપ્રેમ ધરીએ છીએ.
''એકત્ર''ની પ્રવૃત્તિઓ માટે જેમ આપણા પ્રથિતયશ સર્જક-વિવેચક
શ્રી
સિતાંશુ યશશ્ચન્દ્રનું
માર્ગદર્શન
મળી
રહ્યું
છે, એમ આ ''સંચયન'' સામયિકનું
સંપાદન
આપણા
પ્રતિષ્ઠિત
વિવેચક-સંપાદક શ્રી રમણ
સોની
કરી
રહ્યા
છે.
સાંપ્રત
સાહિત્ય-સામયિકોમાંથી તેમજ ગ્રંથોમાંથી ઉત્તમ અને રસપ્રદ કૃતિઓનું ચયન ''સંચયન'' દ્વારા સુલભ થશે.
ગુજરાતી
ભાષામાં
વિચારપત્રો, વ્યાપક વાચનનાં તેમજ સાહિત્યનાં સામયિકો ઘણાં છે. એમાં
કેટલાંક
વધુ
મહત્ત્વનાં
છે. પરંતુ દુનિયાભરમાં પથરાયેલા ગુજરાતીઓ સુધી એ પહોંચી શકતાં નથી, અને પહોંચાડવાં અત્યંત મુશ્કેલ પણ છે. ઉપરાંત, અનેક સામયિકોમાંથી ઉત્તમ કયાં તે પસંદ કરવાનું ને એને મંગાવવાનું સૌ માટે અશક્ય છે. વળી, વાચનમાં રસ હોય તો પણ સમયના અભાવે, સામયિકો
પૂરાં
વાંચી
શકાતાં
નથી. આ સંજોગોમાં આપણા સામયિકોમાંથી ઉત્તમ સામગ્રીનું ચયન-સંકલન
આપતા
એક
ઈ-ડાયજેસ્ટ દ્વારા ગુજરાત બહાર રહેતા ગુજરાતીઓને ઉત્કૃષ્ટ વાચન પહોંચાડવાનો એક સાહસિક પણ જરૂરી સંકલ્પ અમે કર્યો છે.
આપ અહીં આ link ઉપર ક્લિક કરીને 'સંચયાન'નો પહેલો અંક ખોલીને વાંચી શકશો. અનુકુળતાએ વાંચવા આ
pdf આપના કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરી રાખશો. પીડીએફ એક વખત ડાઉનલોડ કર્યા પછી ફરી ઈન્ટરનેટની જરૂર નહીં પડે અને આ આ પીડીએફ જ વાંચવા માટે વધુ અનુકૂળ પડશે.
ઓનલાઈન વાંચતી વખતે ઉપર જે ટુલબાર આવે છે તેનો ઉપયોગ કરીને મોકળાશથી વાંચવાની સુવિધા તમે તમારી રૂચિ પ્રમાણે ઊભી કરી શકશો.
વાચક મિત્રોને પણ આ લીન્ક આગળ ફોરવર્ડ કરી 'સંચયન' વહેંચી શકાશે:
તમારાં સૂચનો અને પ્રતિભાવો જરૂરથી જણાવશો.
|
स्वागत है... काश गुजराती आती होती मुझे...
ReplyDeleteunable to understand gujrati....please visit my blogs :)
ReplyDelete