Pages

Saturday, 13 October 2012

૧૧ ઓક્ટોબર--સાંતાક્રુઝમાં વાર્તાપઠન



અમિતાભ બચ્ચનના ૭૦મા જન્મદિને સાંતાક્રુઝમાં સાહિત્ય સંસદની ગુરુવારની બેઠકમાં જેઓ ભાઈદાસમાં સુરેશ દલાલ ઉત્સવમાં ગયા નહોતા એ બધાં કિશોર પટેલના વાર્તાપઠનમાં હાજર હતા. લેખક-પત્રકાર-પ્રકાશક પ્રા.સતીશ વ્યાસ અને ટીવી-લેખક રાજુ પટેલની હાજરીએ પ્રસંગની શોભા વધારી હતી. લેખકે બે વાર્તાઓ (સંશય અને મોકો) વાંચી. સહુએ વાર્તાઓ ગમી એવું કહ્યું. જાણીતા કવિયત્રી અને વિદુષી સુશ્રી નીતાબેન રામૈયાએ કહ્યું કે કિશોર પટેલની વાર્તાઓમાં માનવીય સંબંધોની વાત પ્રધાન હોય છે. વિગતોની થપ્પીમાંથી ચરિત્રોનું નિર્માણ થાય છે. કલાઈમેક્સ પછી એન્ટી ક્લાઈમેક્સ નહીં પણ બીજી વધારાની ક્લાઈમેક્સ આવે છે. એમણે કહ્યું કે બંને વાર્તાઓમાં રહસ્ય સારું જળવાય છે અને ક્યાંય પકડ ગુમાવતી નથી. લઘુકથાઓ વિષે એમણે કહ્યું કે વાત માંડ પકડાય ત્યાં જ પૂરી થઇ જાય છે. કદાચ કવિતાની જેમ દરેક વાક્ય બે વાર વંચાય તો સારું રહેશે. નીતાબેન, આ મુદ્દાની કિશોર પટેલે નોંધ લીધી છે.

No comments:

Post a Comment