વાર્તા-લેખન સ્પર્ધા
વાર્તા
સ્પર્ધાના નિયમો :
- સ્પર્ધામાં કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકે છે. સ્પર્ધામાં જોડાવવા માટે કોઈ પણ પ્રકારની ફી કે નોંધણીની જરૂરિયાત નથી. સ્પર્ધકે માત્ર નક્કી કરેલી સમય મર્યાદામાં પોતાની કૃતિ મોકલવાની રેહશે. વાર્તા સ્વીકારવાની છેલ્લી તારીખ : ૧૫ એપ્રિલ, ૨૦૧૩ છે.
- વાર્તા ૧૫૦૦ થી ૨૦૦૦ શબ્દો વચ્ચે જ હોવી જોઈએ. વાર્તા ખુદ મોકલનારે જ લખેલ હોવી જોઈએ અને પહેલા ક્યાંય પણ પ્રગટ થયેલી ના હોવી જોઈએ. (મુખ્ય હેતુ ગુજરાતી સાહિત્યને પ્રોત્સાહિત કરવાનો, નવી વાર્તા લખવાનો અને પોતાની કળાને વધુ ખીલવવાનો છે.)
- વાર્તા મોકલનારે વાર્તાને pustakalaybts@gmail.com પર PDF Format અથવા Word Document Format માં જ ઈ-મેઈલ કરવાની રેહશે. વાર્તાની શરૂઆતમાં પ્રથમ પાને સ્પર્ધકનું નામ, સરનામું, ફોન-નંબર લખવા અત્યંત જરૂરી છે. આ માહિતીના અભાવમાં વાર્તા સ્વીકાર્ય ગણાશે નહિ. વિશેષમાં, ઈ-મેઈલથી વાર્તા મોકલનારે ઈ-મેઈલ કરતી વખતે Subjectમાં PBTS-VARTA-2013 લખવું.
- જો વાર્તા Word formatમાં હોય તો જે ફોન્ટમાં ટાઈપ કરી હોય તે ફોન્ટ અમારી પાસે ઉપલબ્ધ નહિ હોય તો અમે ફોન્ટ મેળવવા તમારો સંપર્ક કરીશું.
- તમે તમારી વાર્તા સ્પર્ધામાં મોકલાવી ‘પુસ્તકાલય – બુક્સ ટુ શેર’ ને વાર્તાને અમારી વેબસાઈટ અને ફેસબુક પેજ પર પબ્લીશ કરવાની સંમતિ આપો છો. ‘પુસ્તકાલય – બુક્સ ટુ શેર’ એ ખાતરી આપે છે કે તમારી વાર્તાનો કોઈ પણ પ્રકારના નાણાકીય કાર્યમાં, થર્ડ પાર્ટી મીડિયા કે પબ્લીકેશન માટે ઉપયોગ કરવામાં આવશે નહિ. તે ઉપરાંત તમારી વાર્તાના કૉપિરાઇટ તમારા જ રેહશે.
- સ્પર્ધાના પરિણામ માટે નિર્ણાયકોનો નિર્ણય આખરી ગણાશે અને તે સર્વ સ્પર્ધકોને બંધનકર્તા રહેશે.
અગત્યની
તારીખો :
- સ્પર્ધાની શરૂઆત : ૧૫ માર્ચ, ૨૦૧૩.
- વાર્તાઓ સ્વીકારવાની છેલ્લી તારીખ : ૧૫ એપ્રિલ, ૨૦૧૩.
- સ્પર્ધાનું પરિણામ : ૧૫ મે, ૨૦૧૩.
વાર્તા
કેવી રીતે મોકલશો ? :
- ઈ-મેઈલ અહી મોકલવો: pustakalaybts@gmail.com
- Subject : PBTS-VARTA-2013
પુરસ્કારની
વિગતો :
પ્રથમ ત્રણ કૃતિઓને ‘પુસ્તકાલય
– બુક્સ ટુ શેર’ ની વેબસાઈટ અને ફેસબુક પેજ પર મૂકવામાં આવશે જેથી લોકો પણ શ્રેષ્ઠ વાર્તાઓ વાંચવાનો
લાભ લઇ શકે.
- પ્રથમ પુરસ્કાર : વિજેતાને મનગમતું કોઈ પણ પુસ્તક અને ‘પુસ્તકાલય – બુકસ ટુ શેર’નું આજીવન સભ્યપદ.
- દ્વિતિય પુરસ્કાર : ‘પુસ્તકાલય – બુકસ ટુ શેર’નું વાર્ષિક સભ્યપદ
- તૃતિય પુરસ્કાર : ‘પુસ્તકાલય – બુકસ ટુ શેર’નું વાર્ષિક સભ્યપદ.
વિજેતાને કુરિયર દ્વારા વાર્તામાં આપેલ
સરનામે પુસ્તક મોકલવામાં આવશે. વિજેતાના મનગમતા પુસ્તકની મહત્તમ કિંમત રૂપિયા ૫૦૦
રેહશે.
નિર્ણાયકો
:
સાહિત્યકારોને પ્રોત્સાહન મળે તે માટે
પોતાનો કિંમતી સમય આપીને “પુસ્તકાલય – બુકસ ટુ શેર વાર્તાલેખન સ્પર્ધા”ની
તમામ કૃતિઓની સમીક્ષાનું કાર્ય સહર્ષ સ્વીકારનાર નીચેના તમામ
નિર્ણાયકોનો ખૂબ ખૂબ આભાર.
૧) અજય દક્ષિણી (પ્રત્યક્ષ), મુંબઈ.
પોતે ગુજરાતી તરીકે ગુજરાતી ભાષા અને
સાહિત્યના પ્રેમી. ગુજરાતી અને હિંદી ભાષામાં
ટ્રાન્સલેશન, કોપીરાઈટીંગ અને સ્ક્રિપ્ટીંગના ક્ષેત્રમાં ઘણી નામના મેળવેલ છે. ડોક્યુમેંટરીઝ, કાર્ટૂન
સીરીઅલ્સ, હોલીવુડના મુવીઝ, નેશનલ
જિઓગ્રાફીની ડોક્યુમેંટરીઝ અને તે ઉપરાંત ૨૦૦૯ની લોકસભા-વિધાનસભા ચૂંટણી વખતે MP અને MLA’s ના
પ્રોમોશનલ મટીરીઅલ માટે પણ ટ્રાન્સલેશન અને કોપીરાઈટીંગ કરી
ચુક્યા છે. એમના વિચારો અને અનુભવ વિજેતાનો નિર્ણય કરવા અલગ
દ્રષ્ટિ આપવામાં મદદરૂપ થશે.
૨) કીરણ ત્રિવેદી, અમદાવાદ.
વ્યસાયિક રીતે કોમ્યુનીકેશન
સ્ટ્રૅટજિસ્ટમાં કુશળ, એડવર્ડટાઈઝીંગ જગતમાં ૩૦ વર્ષ જેટલા અનુભવી, તે ઉપરાંત ૨૦ વર્ષ જેટલો બહોળો ગુજરાતી
થીયેટરનું અનુભવ ધરાવતા કીરણ ત્રિવેદી પોતે ‘ગુજરાતી
લેખક મંડળ’ ને રચનાર વ્યક્તિઓ માના એક છે અને
હાલમાં સેક્રેટરીના પદ પર કાર્ય કરી રહ્યા છે. પ્રખ્યાત ‘ગુજરાત
મુંબઈ રેશનાલીસ્ટ એસોસીયેશન’ ના પ્રેસીડેન્ટ છે ને તે ઉપરાંત થોડા સમય પહેલાં જ અમદાવાદમાં શરૂ થયેલ ‘અપના
અડ્ડા’ નામની યુવાપ્રેરિત પ્રવૃતિના સંયોજક છે.
કીરણ ત્રિવેદીના રેશનાલીસ્ટ વિચારો, એમની
યુવાપેઢી પ્રત્યેની ઇચ્છાઓ અને એક ઍક્ટિવિસ્ટ તરીકેની લેખક વૃતિ આ
સ્પર્ધાના વિજેતાને ચૂંટવા મજ્જાનું ચિત્ર તૈયાર કરશે.
૩) પ્રતિભા ઠક્કર, ભાવનગર
વ્યવસાયે વકીલ અને તે ઉપરાંત નોન
પોલીટીકલ ટ્રેડ યુનિયન ( લેબર્સ માટે ) શ્રમિક સંઘ ની પ્રમુખ
અને ગુજરાતી લેખક મંડળ સાથે જોડાયેલાં એવા પ્રતિભાબેન
ગુજરાતીમાં લઘુકથા , અછાંદસ લખે છે. તેઓ બે પુસ્તીકાઓ પણ પ્રકાશિત
કરી ચુક્યા છે. પ્રતિભાબેનની ભાષા અને લખાણ અને ટીપ્પણીઓમાં હમેશાં
એક ઊંડો, સત્ય અને પ્રેરણાદાયી વિચાર જોવા મળે છે. એક સફળ વ્યવસાયિક અને વ્યવહારિક સ્ત્રી તરીકેનો એમનો દ્રષ્ટિકોણ પણ સ્પર્ધકોના
લખાણને પારખવામાં યોગ્ય કાર્ય કરશે.
કોઈ પણ પ્રકારની વધુ માહિતી માટે સંપર્ક કરો: pustakalaybts@gmail.com
No comments:
Post a Comment