કોમ્પ્યુટરની કલમે ---પુસ્તક આવ્યું ‘વાયર’પગલે.... : બની આઝાદ.
એક કઠિયારાને સંયોગથી એક જીન મળ્યો...કહે હું તારો ગુલામ છું—હુકમ કર... શું સેવા કરું...?
કઠિયારા ને તો મઝા પડી ગઈ...જીન ને કહે- એવું હોય તો કાપી નાખ મારા ભાગના લાકડા...
જીને કાપી નાખ્યાં...
કઠિયારો કહે- વેચી આવીશ..?
જીન લાકડા વેચી આવ્યો...
કઠિયારો કહે – કંઇ ખાવાનું લઇ આવ...
આ થોડાક વર્ષો પહેલાં બન્યું હતું....છેલ્લા સમાચાર છે કે આજે પણ રોજ જીન લાકડા કાપે છે-કઠિયારાના ભાગના...અને બન્ને એ આવક થી રોટલા ખાય છે...
આટ- આટલા વર્ષોમાં કઠિયારાને હજી સુઝ્યું નથી કે આ જીનની મદદથી એ અઘરી/ઝડપી/અમર્યાદિત સેવા ઓ લઈ કઠિયારામાંથી રાજા બની શકે...
હા સાહેબ- આ આપણી---તમારી અને મારી વાત છે... નેટીઝન તો બની ગયા છીએ પણ આ અમાપ તાકાતનો આપણે કેટલો લાભ ઉઠાવીએ છીએ...?
કેટલા ઇ-સામાયિક, ઇ-પુસ્તક આપણી પાસે છે..? ચોક્કસ આંકડો..? ચોક્કસ માહિતી...?
સંપર્ક વ્યવસ્થા/ કળા/સાહિત્ય – આ ક્ષેત્રે નેટકૃપાથી ચમત્કારો થઇ શકે...પણ-
ખેર. આપણી ભાષાના સીનિયર બ્લોગર સુરેશભાઈ ગુજરાતી પ્રતિભા પરિચય નામનો સુંદર માહિતી બ્લોગ વર્ષોથી ચલાવે છે જ ઉપરાંત ‘ગદ્યસૂર’ નામનો એમનો વ્યક્તિગત રચનાત્મક/ચિંતનાત્મક અભિવ્યક્તિનો પણ બ્લોગ છે.
અને હવે એ લઇ આવ્યાં છે એક ઇ-પુસતક : બની આઝાદ.
પ્રસ્તુત છે આ પુસ્તક વિષે થોડી વાત.
લેખકની કેફિયત.
જીવનમાં જે પણ આવે અને જે રીતે આવે
તેને
પૂર્ણ રીતે, પ્રેમપૂર્વક સ્વીકારવાની કળા
હાંસલ કરવા જેટલો વિકાસ
તમે કરી શકો -તે
તમને તમે પોતે આપેલી સૌથી મોટી ભેટ છે.
તેને
પૂર્ણ રીતે, પ્રેમપૂર્વક સ્વીકારવાની કળા
હાંસલ કરવા જેટલો વિકાસ
તમે કરી શકો -તે
તમને તમે પોતે આપેલી સૌથી મોટી ભેટ છે.
***
જીવનની પ્રત્યેક ઘડી
પૂર્ણ ધ્યાન અને શક્તિ સાથે ગાળી,
એક સાથે માત્ર એક જ ડગલું ભરવાની કળા
તમારા જીવનને
નવી તાજગી,
નવી તાકાત
અને
સર્જનાત્મકતાથી
સભર કરી દેશે.
———————
- ઓશો
જીવનની પ્રત્યેક ઘડી
પૂર્ણ ધ્યાન અને શક્તિ સાથે ગાળી,
એક સાથે માત્ર એક જ ડગલું ભરવાની કળા
તમારા જીવનને
નવી તાજગી,
નવી તાકાત
અને
સર્જનાત્મકતાથી
સભર કરી દેશે.
———————
- ઓશો
બે ચાર વર્ષ પહેલાં નિવૃત્ત જીવનના નિચોડ જેવા વિચારો અને જીવન વિશેની એક
સ્વાનુભવી સૂઝ ‘બની આઝાદ’ નામ હેઠળ ‘અંતરની વાણી’ બ્લોગ પર એક લેખશ્રેણી રૂપે પ્રસિદ્ધ કરી
હતી.કાળક્રમે ‘ગદ્યસૂર’ બ્લોગ શરૂ કર્યો,
અને ‘અંતરની વાણી’ બ્લોગ એમાં સમાવી લીધો હતો.પણ આ શ્રેણી
અને ત્યાં પ્રસિદ્ધ કરેલ સામગ્રી તેમાં સમાવી લીધી
હતી.
સુરેશ બ્લોગર જાની |
પણ,તે બાદ છેલ્લા બે વર્ષમાં મળેલા નવા
અનુભવોના સબબે આ શ્રેણીને ફરીથી પ્રકાશિત કરી; નવી અનુભૂતિઓ અને પ્રાપ્ત થયેલા નવા સાધનો વિશે આ શ્રેણીને આગળ
ધપાવવા મન થયું.
જે જે મિત્રોએ આ પુસ્તકના જન્મમાં રસ લઈ, એમાં પોતાના અનુભવ
આધારિત વિચારો વ્યક્ત કરવા ઇચ્છા બતાવી છે; એમના લેખો પણ એક અલગ વિભાગ ’મિત્રવાણી’માં સમાવી લીધા
છે.તે સૌ મિત્રોનો ખુબ ખુબ આભાર.ખાસ આભાર કલ્યાણમિત્ર શ્રી
શરદભાઈ શાહનો, જેમનું માર્ગદર્શન આ લખનારને અનેક વખત
મળ્યું છે; અને જેમણે મૂંઝવણની હરેક વખતે દીવો લઈને મનમાં પ્રકાશ પાથેર્યો છે.આ પુસ્તકની પ્રસ્તાવના પણ એક જ
હાકલે તેમણે લખી મોકલી છે.આ લખનારને આ પુસ્તક વિશે જે
કહેવું છે; તે એનાથી વધારે સારી રીતે ન જ કહી શકત.
આ પુસ્તક લખનારનાં અન્ય જે જે લખાણો પાયાનાં
લખાણને પૂરક લાગ્યાં છે; તેમનો પણ ‘પરિશિષ્ઠ’ તરીકે અલગ વિભાગમાં સમાવેશ
કર્યો છે.એ પરિશિષ્ઠના અંતે થોડીક વેબ સાઈટોની લિન્કો વધુ વિગતે અભ્યાસ
કરનારને કામ આવે, તે ઉદ્દેશથી આપવામાં આવી છે.આ સિવાય પણ અઢળક લેખો, વિડિયો, સંગીત, ચિત્રો વિ. પણ નેટ ઉપર હવે બહુ સરળતાથી પ્રાપ્ય છે .
આશા છે કે, આ નવું સંસ્કરણ વાચકોને જીવન શી રીતે
જીવવું; એની કળા શી રીતે આત્મસાત્ કરવી – એ માટે ચાલતા થવામાં ઉપયોગી નીવડશે.બાકી વિગતે માર્ગદર્શન તો સમર્થ
માર્ગદર્શક પાસે જ લેવું રહ્યું .
કોઈ સંદર્ભ વિના, માત્ર સ્વાનુભૂતિના
આધારે અને મનમાં ઊભરાઈ આવેલા વિચારોને આધારે લખાયેલ આ લેખોમાં વિચાર, વિગત કે વિસ્તાર દોષ હોવાની પૂરી સંભાવના છે.વાચક આ
ક્ષતિઓને દરગુજર કરે, એવી વિનંતી.
પ્રસ્તાવના
આ ઈ-બુકની પ્રસ્તાવના પહેલાં સુરેશભાઈને સમજવા જરુરી છે.સુરેશભાઈનો મારો જેટલો પરિચય અને
સહવાસ છે; તે પરથી મને સદા લાગ્યું છે કે તેઓ ખુલ્લા
દિલે જીવનભર ખોજતા રહ્યા છે.જ્યાં પણ એમ લાગે કે કાંઈ
તેમના જીવને તૃપ્તિ આપી શકે તેમ છે તો ત્યાં દોડી જવું, જે કાંઈ મળે તેને પોતાની સમજ અને શક્તિ પ્રમાણે મુલવવું અને
યોગ્ય લાગે તો તેને ગાંઠે બાંધવું અને તે દિશામાં પ્રમાણિકતા પૂર્વક જીવન
જીવવા પ્રયત્ન કરવો.
પરંતુ જ્યારે માણસને એમ લાગે કે, હવે એક જીવનદર્શન મળ્યું છે અને પ્રયોગો પછી જણાયું છે કે આ
અને આવા પ્રયોગો કરવાથી જીવનમાં થોડો ઘણો આનંદ આવી શકે તેમ છે; તો આ આનંદને અને અનુભવને વહેંચવો
રહ્યો.કાંઈક આવી જ ભાવદશામાંથી આ પુસ્તકનું સર્જન થયું છે.’જે મને મળ્યું તે હવે મિત્રો અને બીજા ખોજીઓને વહેંચું’
નેટ-આભમાં એક
ગુજરાતી પંખી...
|
આ પુસ્તકમાં એવા અનેક અધ્યાત્મના વિષયો અને જાત પ્રયોગોનો સમાવેશ કરવામાં આવ્યો છે; જે વિષે અનેક મતમતાંતરો અને ચર્ચાઓ
માણસજાત વર્ષોથી કરી રહી છે.અને છતાં યોગ્ય સમાધાન મળતું
નથી.સુરેશભાઈ પણ કોઈ દાવો કરતા નથી કે જીવનનુ અંતિમ ધ્યેય તેમણે મેળવી લીધું છે. આ ગહરા વિષયોને તેમણે આપણી સમક્ષ આવડી શકે
તેવી ભાષામાં મુક્યા છે અને તે માટે સૌ મિત્રોને ખુલ્લું આમંત્રણ પાઠવે છે
કે, આવો અને તમારો અભિપ્રાય, વિચારો કે જે કાંઈ આ દિશામાં ચિંતન હોય તે આપો જેથી આ વિષયની ગહરાઈઓને સમજવામાં લોકોને અને પોતાને પણ સહાયક બને.
સુરેશભાઈનો આમેય સ્વભાવ છે સૌને સાથે લઈને ચાલવાનો; જે
તેમના વર્ષોના વ્યવસાયિક અનુભવમાંથી તેઓ શિખ્યા છે.સાચો
નાયક (લીડર) એ જ હોય છે જે બધાને સાથે લઈને ચાલે અને નાનામાં નાના વ્યક્તિના મંતવ્યો અને અભિપ્રાયોને ન અવગણે.
આ પુસ્તક વાચકને કોઈ મદદ નહી કરી શકે; જો ફક્ત તેને વાંચીને કોરાણે મુકી દેવામાં આવશે કે, ફક્ત મગજની ખુજલી મિટાવવા પુરતું જ
વાંચવામાં આવશે.આ પુસ્તક તમને જીવનમાં પ્રયોગો કરવા પ્રેરણા
આપે અને તે વાંચી તમે તમારી ક્ષમતા અને સામર્થ્ય મુજબ પ્રયોગો કરશો તો અવશ્ય સુરેશભાઈનો પ્રયત્ન સફળ થશે.
બાકી કચરો ભેગો કરવાનો શોખ હોય તો અનેક પુસ્તકોથી સંખ્યાબંધ પુસ્તકાલયો ભર્યા છે અને ધૂળ ખાય
છે.જેમને જીવનમાં સાચા-ખોટા પ્રયોગો કરવા છે;તેમના
માટે જ આ પુસ્તક વધુ ઉપયોગી છે. મારી સમજ છે કે નકશાઓ લઈને માર્ગોની ચર્ચાઓ કરવા કરતાં સાચા કે
ખોટા મારગે પણ ચાલવું વધુ સારું છે.જેમને ચાલવું છે તેમનું સ્વાગત
છે.જે ચાલશે તે એક દિવસ ગંતવ્ય સુધી અવશ્ય પહોંચશે જ આ અફર નિયમ છે.
શેષ શુભ
પ્રભુશ્રીના આશિષ
શરદ
અમદાવાદ
ગુજરાતી પ્રતિભા
પરિચય બ્લોગ લીંક : http://sureshbjani.wordpress.com/
ગદ્યસૂર બ્લોગ ની
લીંક : http://gadyasoor.wordpress.com/